Posts

Showing posts with the label gujarati

રોમાંસ ઈન પોલીટીક્સ

સાચો   પ્રેમ એટલે    શાહી મારી આંગળી પર લાગે અને વોટ તું આપી આવે સાચો   પ્રેમ એટલે    બહુમત મને મળે અને ખુરસી પર તું બેસે સાચો   પ્રેમ એટલે    તારા વગર માંગે તને “ સ્પેસીઅલ સ્ટેટસ ”   આપી દેવું સાચો   પ્રેમ એટલે    ગોટલા તું કરે અને જાંચ મારી થાય સાચો   પ્રેમ એટલે    મારા વિરોધ માં વોટે કરવાને બદલે તારું સંસદ માંથી “ વોક ઓઉટ ”   કરી જવું સાચો   પ્રેમ એટલે    તારી   “ સીબીઆયી ” જાંચ ની માંગ પર મારી “ એસઆયીટી ” ની જાંચ નો આદેશ    આપી દેવો   સાચો   પ્રેમ એટલે    પૂરી દુનિયા થી લડીને તને મારી “ કેબીનેટ ” માં લઇ લેવું સાચો   પ્રેમ એટલે    તારા ના કેવા પર પણ તારી સરકાર ને મારું “ બહારથી સમર્થન ” આપવું સાચો   પ્રેમ એટલે    તારા “ સ્વીસ્સ બેં ” ક ના ખાતા નંબર   ની માંગ પર મારો તને સ્વીસ્સ ના પાસ વર્ડ   આપી   કાશ કે દિલ ના મામલા માં પણ "ઇલેક...

લીલી પત્તી જોઈ ને તમે યાદ આવ્યાં ...

લીલી પત્તી જોઈ ને તમે યાદ આવ્યાં જાણે મૌસમનો પહેલો કૌભાંડ ઝીલ્યો રામ સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં થોડો   સેન્સેકસ મલકયો ને તમે યાદ આવ્યાં જાણે કલમાડી મુખમાં બ્રહ્માંડ દીઠું રામ કોઇ તિહાર ગયા ને તમે યાદ આવ્યાં એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં ક્યાંક CAG અહેવાલ ટહુક્યું ને તમે યાદ આવ્યાં જાણે રાષ્ટ્રમંડળ રમતો ના આભમાં ઉઘાડ થયો રામ એક કોલસો ટમક્યો ને તમે યાદ આવ્યાં જરા એકાઉન્ટ્સ   છલકી ને તમે યાદ આવ્યાં જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ કોઇ પૂછપરછ અટક્યું ને તમે યાદ આવ્યાં જાણે સમાચાર દુનિયામાં શોર થયો રામ એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં ...