રોમાંસ ઈન પોલીટીક્સ





સાચો  પ્રેમ એટલે  
શાહી મારી આંગળી પર લાગે અને વોટ તું આપી આવે

સાચો  પ્રેમ એટલે  
બહુમત મને મળે અને ખુરસી પર તું બેસે

સાચો  પ્રેમ એટલે  
તારા વગર માંગે તને સ્પેસીઅલ સ્ટેટસ  આપી દેવું

સાચો  પ્રેમ એટલે  
ગોટલા તું કરે અને જાંચ મારી થાય

સાચો  પ્રેમ એટલે  
મારા વિરોધ માં વોટે કરવાને બદલે તારું સંસદ માંથી વોક ઓઉટ કરી જવું

સાચો  પ્રેમ એટલે  
તારી  સીબીઆયી જાંચ ની માંગ પર મારી એસઆયીટી ની જાંચ નો આદેશ   આપી દેવો 

સાચો  પ્રેમ એટલે  
પૂરી દુનિયા થી લડીને તને મારી કેબીનેટ માં લઇ લેવું

સાચો  પ્રેમ એટલે  
તારા ના કેવા પર પણ તારી સરકાર ને મારું બહારથી સમર્થન આપવું

સાચો  પ્રેમ એટલે  
તારા સ્વીસ્સ બેંક ના ખાતા નંબર  ની માંગ પર મારો તને સ્વીસ્સ ના પાસ વર્ડ  આપી
 
કાશ કે દિલ ના મામલા માં પણ "ઇલેક્સન" થતું હોત ,
એવું હોત તો અમે જીતી લેત તને બૂથ કેપ્ચર કરીને  (@Saurav_1211)



Comments

  1. સૌરવ ભાઈ જામો પાડી દીધો હો...

    ReplyDelete

Post a Comment