લીલી પત્તી જોઈ ને તમે યાદ આવ્યાં ...


લીલી પત્તી જોઈ ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો કૌભાંડ ઝીલ્યો રામ

સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં
થોડો સેન્સેકસ મલકયો ને તમે યાદ આવ્યાં

જાણે કલમાડી મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ તિહાર ગયા ને તમે યાદ આવ્યાં

એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં
ક્યાંક CAG અહેવાલ ટહુક્યું ને તમે યાદ આવ્યાં

જાણે રાષ્ટ્રમંડળ રમતો ના આભમાં ઉઘાડ થયો રામ
એક કોલસો ટમક્યો ને તમે યાદ આવ્યાં

જરા એકાઉન્ટ્સ  છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ

કોઇ પૂછપરછ અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે સમાચાર દુનિયામાં શોર થયો રામ

એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં...

Comments

Post a Comment